વિસનગર: વિસનગરમાં ‘લૂંટેરી દુલ્હન’નો શિકાર: લગ્નનાં એક જ દિવસ બાદ કન્યા 2.20 લાખ લઈને છું
વિસનગરના લાલ દરવાજા વિસ્તારમાં રહેતા એક યુવક સાથે લગ્નનાં એક જ દિવસ બાદ દુલ્હન કુલ 2.20 લાખ રૂપિયા લઈને ફરાર થઈ જતાં ચકચાર મચી છે. આ છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે તેની પત્ની અને લગ્ન ગોઠવનાર એજન્ટો સહિત પાંચ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર ‘લૂંટેરી દુલ્હન’ની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે, જેમાં લગ્નના બહાને ભોળા યુવકોને નિશાન બનાવવામાં આવે છે.