કલોલમાં બાઈક ચોરીના બે કેસ ઉકેલાયા,આરોપી પાસેથી 70 હજારના બે બાઈક કબજે, અગાઉ પણ ચોરીમાં પકડાયો હતો.
Kalol City, Gandhinagar | Sep 15, 2025
કલોલ શહેર પોલીસે બાઈક ચોરીના બે કેસ ઉકેલી નાખ્યા છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી રૂ.70,000ની કિંમતના બે બાઈક કબજે કર્યા છે.તપાસમાં બહાર આવ્યું કે આરોપી અગાઉ ૨૦૨૨માં લાંઘણજ પોલીસ સ્ટેશનમાં પણ બાઈક ચોરીના કેસમાં પકડાયો હતો. પોલીસે બંને કેસોમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.