વાવ–થરાદ પંથકના સુઈગામ તાલુકાની રડોસણ માઇનોર કેનાલમાં નિયમિત સફાઈ ન થવાને કારણે મોટું ગાબડું પડતાં લાખો લિટર પાણી વેડફાઈ ગયું છે.આ પાણી સીધું ખેતરોમાં ઘૂસી જતાં ખેડૂત મહિપતસિંહ દરબાર સહિત અનેક ખેડૂતોના એરંડા અને જીરુંના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.