જૂનાગઢ: દામોદર કુંડ ખાતે ભાદરવા માસની તેરસ નિમિત્તે શ્રદ્ધાળુઓની પિતૃ કાર્ય માટે ભીડ
આજથી ૩ દિવસ એટલે કે તેરસ, ચૌદસ અને અમાસ હોય આજના દિવસે મોક્ષ પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. અને પિતૃઓના આશીર્વાદ મળી રહે છે. ત્યારે દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં જુનાગઢ શહેરની સાથે આસપાસના તાલુકાઓમાંથી અને જિલ્લામાંથી પણ લોકો પિતૃ તરફ પણ કરવા દામોદર કુંડ ખાતે પહોંચ્યા હતા. આદિ કવિ ભકત નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ પણ દામોદર કુંડ ખાતે કરાયું હતું.