રાજકોટ પૂર્વ: ગઈકાલે રાતની ઘટનાની શાહી સુકાય તે પહેલા જ શહેરમાં વધુ એક હત્યા; સીએલએફ ક્વાર્ટરમાં યુવાનને છરીના ઘા ઝીંકી પતાવી દેવાયો
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ શહેર ફરી એકવાર લોહીયાળ ઘટનાઓથી ધણધણી ઉઠ્યું છે. ગઈકાલે રાત્રે જ સામાન્ય બાબતમાં ત્રણ લોકોની હત્યાની ઘટનાથી સમગ્ર શહેરમાં ભયનો માહોલ ફેલાયો હતો, ત્યારે આ ઘટનાના આઘાતમાંથી લોકો બહાર આવે તે પહેલા જ આજે શહેરના જામનગર રોડ પર વધુ એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, જામનગર રોડ પર આવેલા સીએલએફ ક્વાર્ટરમાં આ હત્યાની ઘટના બની છે. મૃતક યુવાનની ઓળખ કમલભાઈ બીપીનભાઈ મૂળિ