પડધરી: પડધરી ટોલનાકા વણપરી પાસે બળદ આડો પડતા ઇજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત
પડધરી તાલુકાના ખજુરી ગામે રહેતા જગદીશભાઈ નામના વ્યક્તિ બાઈક પર આવી રહ્યા હોય જે દરમિયાન પડધરી ટોલનાકા નજીક વણપરી ગામ પાસે બળદ આડે પડ્યો હતો જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ગંભીર ઇજાઓ પહોંચી હોવાના કારણે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યા નું સામે આવ્યું છે બના વગે પડધરી પોલીસ ને જાણ કરવામાં આવી હતી.