કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલે નૂતન વર્ષ નિમિત્તે ભટાર સ્થિત પોતાના નિવાસસ્થાન ખાતેથી બુધવારે કાર્યકરો જોડે શુભેચ્છા મુલાકાત કરી હતી.સવારે સાડા નવ કલાકે વિવિધ વિસ્તારોમાંથી આવતા કાર્યકરો જોડે શુભેચ્છા નું આદાન પ્રદાન કર્યું હતું.એટલું જ નહીં સિનિયર સિટીઝન ના આશીર્વાદ પ્રાપ્ત કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.સવારથી જ તેમના નિવાસ્થાન ખાતે કાર્યકરોની મોટી સંખ્યા જોવા મળી હતી.