એક ચોરીનો ભેદ ઉકેલાય તે પહેલાં જ બીજી ઘટના નોંધાય તેવી સ્થિતિએ વાગડ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યુ છે.આ વચ્ચે રાપરના સરહદી મૌવાણા ગામે તસ્કરોએ બે પવિત્ર મંદિરોમાં ત્રાટકી કુલ ૩.૬૨ લાખની માલમત્તા ચોરી કરી પલાયન થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.એક જ રાતમાં બે મંદિરોમાં થયેલી લાખોની ચોરીને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે રોશ જોવા મળી રહ્યો છે.