કલોલ નગરપાલિકાનો 15.44 કરોડનો ટેક્સ ભરપાઇ નહીં કરનારા શહેરના આસામીઓ સામે કલોલ નગરપાલિકા દ્વારા કડક પગલા ભરવાનું શરૂ
Kalol City, Gandhinagar | Oct 8, 2025
કલોલ નગરપાલિકાનો 15.44 કરોડનો ટેક્સ ભરપાઇ નહીં કરનારા શહેરના આસામીઓ સામે કલોલ નગરપાલિકા દ્વારા કડક પગલા ભરવાનું શરૂ કરવામાં આવ્યુ છે. નોટિસો આપવા છતાં ઘણાં સમયથી ટેક્સ ભરપાઇ થયો ન હોય તેવી 5 મિલકતને સીલ મારી દેવામાં આવ્યા છે. તેમાં ચાર દુકાન અને રૂ.8.92 લાખ નહીં ભરનાર ગેસ્ટ હાઉસ પણ બંધ કરી દેવાયુ છે. તંત્રએ લાલ આંખ કરતા મિલકતના આસામીઓ ટેક્સ ભરપાઇ કરવા માટે દોડધામ કરવા લાગ્યા હતાં.