ધાનેરા: ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર પરથી માદક પદાર્થ ઝડપ્યું: 47.100 ગ્રામ ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ
ધાનેરા પોલીસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલી નેનાવા પોલીસ ચોકી પરથી રૂ. 3,52,550 ની કિંમતના 47.100 ગ્રામ માદક પદાર્થ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી એક રીક્ષામાંથી આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.