ડિજિટલ યુગમાં વધતા ડિજિટલાઈઝેશન સાથે સાયબર ક્રાઈમના બનાવો વધી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતી એક નવી ઠગાઈની તરકીબથી હાલ લોકોમાં ભયનો માહોલ છે. વિખ્યાત ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશોના નામે એક લિંક વાયરલ થઈ રહી છે, જેમાં મોટી ગિફટ અને ઓછી કિંમતે વસ્તુની લાલચ આપીને લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ કચ્છ પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લોકોને આ લિંક પર ક્લિક ન કરવાની વિનંતી કરી છે. સોશિયલ મીડિયા વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટ