ધાનેરા: નેનાવા ચેકપોસ્ટ પરથી ટ્રકમાંથી 6,348 બોટલ દારૂ ઝડપાયો
ધાનેરા પીઆઈ સ્ટાફ સાથે બુધવારે નેનાવા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે રાજસ્થાન તરફથી આવતી ટ્રક નંબર આરજે-27-જીસી-3994 ને રોકાવી તપાસ કરતા તેમાંથી રૂ.31.46 લાખની દારૂની 6348 બોટલ મળી આવી હતી.પોલીસે ટ્રક ચાલક પ્રહલાદરામ વગતારામની અટકાયત કરી ટ્રક સહિત રૂ.41.51 લાખ ના મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી .