વંથળી: સુખપુર ગામે દીપડાના આંટાફેરા યથાવત,સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો, ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા
વંથલી તાલુકાના સુખપુર ગામે દીપડાના આંટાફેરા સત્તત યથાવત જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા ઘણા સમયથી દીપડાના આંટાફેરા થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આશિષભાઈ નાઘેરાની વાડીએ ફરી દીપડો દેખાયો છે.વન્યજીવો એ સુખપુર ગામને રહેણાક બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ફોરેસ્ટ વિભાગની કામગીરીને લઈને પણ સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે.