પેટ કરાવે વેઠ તે શીર્ષકને સાર્થક કરતો ગરીબ પરિવાર. છતીસગઢના પરિવારની દીકરી દ્વારા દોરડા ઉપર સાયકલની રીંગ ઉપર, ડીશ ઉપર ચાલવા જેવા જોખમી કરતબ જે મહે.સ્ટેશનરોડ, ઢાળ વિસ્તાર પાસે જેવા વિવિધ વિસ્તારોમાં જોખમી કરતબ કરી લોકોને મનોરંજન કરાવતા હતા. ત્યારે પરિવારના ભરણપોષણ માટે ભીખ ન માંગી આ રીતે મહેનત કરી લોકોને મનોરંજન કરાવી બે પૈસા કમાવવા ઈમાનદારીથી કરાતા તેઓની ઉમદા કામગીરીને સૌ કોઈએ ગર્વથી બિરદાવી પરિવારને મદદરૂપ થઈ ખેલને લોકોએ નિહાળ્યો હતો.