અમદાવાદ શહેર: અમદાવાદની સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય#Jansamasya
અમદાવાદની સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. સાબરમતી નદીમાં આશરે ૨૬ દિવસ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. જેમાં 900થી વધુ ટન જેટલા કચરાનો નાશ કરાયો હતો. ત્યારે હવે સ્વચ્છતા અભિયાન પૂર્ણ થયું છે. તેમ છતાં હાલ પણ પ્રદૂષિત પાણી ઠલવાઈ રહ્યું છે. અને નદીમાં પ્લાસ્ટિક વેસ્ટના ઢગલા પણ જોવા મળ્યા છે. અને ગંદકીના કારણે દુર્ગંધની સમસ્યા પણ સર્જાઇ છે. જેથી આસપાસના વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.