ભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં આવેલી શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા શિક્ષિકા પ્રીતિબેન ચૌહાણે શાળાના આચાર્ય પુનિતભાઈ ઉપાધ્યાય અને સહકર્મી હેતલબેન ભેડા સામે ગાળો, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ઘટનાને લઈને બોરતળાવ પોલીસ સ્ટેશન, ભાવનગર ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.