ભુજ: ઢોરીમાં પ્રેમીએ પ્રેમિકાની ઘાતકી હત્યા કરવા કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ
Bhuj, Kutch | Nov 24, 2025 ભુજ તાલુકાના ઢોરી ગામમાં આવેલી દૂધ ડેરીની ઓરડીમાંથી હત્યા કરાયેલી ઝરીનાબેન દાઉદ કુંભાર (ઉ.વ.28) નામની યુવતીની લાશ મળી આવતાં ભારે ચકચાર પ્રસરી હતી. હત્યાના આ બનાવને પગલે પોલીસમાં ભારે દોડધામ થઇ પડી હતી.