રાજકોટ પૂર્વ: રાજકોટમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાથી દાઝી જવાના 57 કેસ નોંધાયા
રાજકોટમાં દિવાળીનો તહેવાર ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હોય લોકોએ ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હોય જો કે દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાથી દાઝી જવાના બનાવો વધું બન્યા હતાં. રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ફટાકડા ફોડવાથી દાઝી જવાના 60 જેટલા કેસ નોંધાયા હોય જેમાં પાંચ વર્ષના બાળકથી લઈને 60 વર્ષના વૃધ્ધ સુધીના લોકો ફટાકડા ફોડતા દાઝી ગયા હોય જેમને તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.