વડોદરા: ડભોઇ: કફ સીરપ પીનારા ડભોઈના બંને બાળકોનું આરોગ્ય સ્થિર,આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી
વડોદરા : કફ સીરપ પીવાના કારણે ડભોઇ તાલુકાના બે બાળકોના મૃત્યું થયા હોવાના સમાચારો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ હકીકત લક્ષી સ્પષ્ટતા કરવામાં આવી છે.કફ સીરપ પીનારા બંને બાળકોની સ્થિતિ સ્થિર છે.સિતપુરના ગામના બાળકોને બેભાન અવસ્થામાં ડભોઇની પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની પ્રારંભિક સારવાર ડોક્ટર દક્ષય મોદી દ્વારા કરવામાં આવી હતી.આ હોસ્પિટલમાં ડ્રગ્સ અને તા.હેલ્થ ઓફિસરની તમે મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે.