ભટાર સ્થિત નિવાસસ્થાને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ cr પાટીલ અને નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ વચ્ચે મુલાકાત
Majura, Surat | Oct 12, 2025 રવિવારે સુરત આવી પહોંચેલા નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલ વચ્ચે મુલાકાત થઈ હતી.ભટાર સ્થિત સીઆર પાટીલ ના નિવાસ્થાને આવી પહોંચેલા ભાજપ અધ્યક્ષ નું સ્વાગત અને અભિવાદન કરાયું હતું.જે બાદ બેઠક ચર્ચા પણ કરવામાં આવી હતી.અધ્યક્ષે શહેર ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્યો સહિત રાજ્યગૃહ મંત્રી જોડે પણ મુલાકાત કરી હતી.જે બાદ કડોદરા અને બારડોલી સ્થિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા બાય રોડ રવાના થયા.