વિસનગર: ભાંડુ ઓવરબ્રિજ પર આપ પાર્ટી ચક્કાજામ કરે એ પહેલા જ પોલીસે અટકાયત કરી
મહેસાણા આપ પાર્ટી દ્વારા ભાંડુ વિસનગરને જોડતા ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચાર સામે આવતા ચક્કાજામ કરવાનું એલાન અપાયું હતું પણ વિસનગર તાલુકા પોલીસે સાવધાનીના ભાગરૂપે ઓવરબ્રિજને પોલીસ છાવણીમાં ફેરવી આમ આદમી પાર્ટીના કાર્યકરો ચક્કાજામ કરે એ પહેલા જ અટકાયત કરી લેતા સમગ્ર કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો અને તમામ કાર્યકર્તાઓને અટકાયત કરી પોલીસવાનમાં વિસનગર તાલુકા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.