જૂનાગઢ: માંગનાથ મંદિર ખાતે માંગનાથ મહાદેવના પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈ, રવેડીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા
જૂનાગઢના માંગનાથ બજારમાં આવેલ માંગનાથ મહાદેવ મંદિર ખાતે કારતક સુદ બીજના દિવસે પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે આજે માંગનાથ મહાદેવના પાટોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા જ્યારે માંગનાથ મહાદેવ નગરચર્યા પર રવેડી મારફત નીકળ્યા હતા.