માંડવીના ટોપણસર તળાવ કિનારે આવેલ શ્રી રામ ભક્ત બકરીયા બાલ હનુમાન મંદિર ખાતે “કાળી ચૌદશ”ના પાવન અવસરે ભવ્ય ધર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે ૧૦ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી શ્રી હનુમંત પૂજન તથા શ્રી હનુમાન ચાલીસાના પાઠો સંગીતમય શૈલીમાં શ્રદ્ધાભાવથી કરવામાં આવ્યા હતા. ભક્તિભાવથી ઓતપ્રોત આ કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસર અને તળાવ કિનારો ભક્તિરસથી ઝળહળતો જણાયો હતો.