માળીયા હાટીના: ચોરવાડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ મેગા હેલ્થ કેમ્પમાં નાગરિકોએ આરોગ્ય વિષયક સેવાનો લાભ લીધો
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો શુભારંભ અને ૮માં રાષ્ટ્રીય પોષણ મહિનાનો ઉદ્ઘાટન સમારોહ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય સેવાઓ વધારવાના ઉદેશ સાથે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.