વંથલીના સુખપુર ગામમાં નદીના ઘોઘમ હોકડા પાસે આવેલી કિશોરભાઈ નાઘેરાની વાડીમાંથી બે અજગર મળી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. વન વિભાગને જાણ કરાતા ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી 30 મિનિટમાં બંને અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.મળેલા બે અજગરમાંથી એક નાનું બચ્ચું હતું, જ્યારે બીજો અજગર પાંચથી છ ફૂટ લાંબો હતો. સુખપુર ગામના મનોજભાઈ ગંભીરને રાત્રિના સમયે વાડીમાં અજગર દેખાયા હતા,જેમણે તાત્કાલિક ગ્રામજનો અને વન વિભાગને જાણ કરી હતી.