ડીસા નજીક આખોલ ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ સર્જાયું, વાહનચાલકો પરેશાન....!
Deesa City, Banas Kantha | Nov 9, 2025
ડીસા તાલુકામાં ઠેરઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે ડીસા નજીકના આખોલ ચાર રસ્તા પર પણ દિવસભર ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે અને વાહનોની લાઇન લાગી જવા પામે છે. ડીસા શહેરમાં જલારામ મંદિર ગાયત્રી મંદિર અને દિપક હોટલ પાસે પણ વારંવાર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે હાઈવે ઉપર આવેલા આખોલ ચાર રસ્તા નજીક પણ ભારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયાં છે. આજરોજ ડીસા નજીક આખોલ ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ સર્જાયું હતું.....