આજરોજ તા. 08/01/2026, ગુરૂવારે સવારે 5 વાગે અમદાવાદ - રાજકોટ હાઇવે પર મીઠાપુર ગામ નજીક બ્રિજ ઉપર બંધ હાલતમાં ઉભેલી એક ટ્રકની પાછળ અન્ય એક ટ્રક અથડાતા ટ્રકના ડ્રાંઇવરનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું. બગોદરા પોલીસે આ અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.