આજે તારીખ 19/12/2025 શુક્રવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં મળેલ માહિતી મુજબ સિંગવડ તાલુકાના પસાયતા ગામે કોઈ અજાણ્યા વાહન દ્વારા એક મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા થોડેક સુધી ઘસડી લઈ ગયા હતો અને ત્યાર પછી તે મોટરસાયકલ ચાલક નું સ્થળ પર કમ કમાટી ભર્યું મૃત્યુ થયું હતું જ્યારે તેની જાણ આજુબાજુના લોકોને થતા તેમને તાત્કાલિક સ્થળ પર આવી તે એકસીડન્ટ થયેલા વ્યક્તિને જોયો હતો જ્યારે આજુબાજુ ભેગા થયેલા વ્યક્તિઓ દ્વારા તાત્કાલિક 108 ને જાણ કરવામાં આવી હતી.