ટંકારા: ટંકારાના સરાયા ગામે હથીયાર સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવી યુવકને ભારે પડી
Tankara, Morbi | Sep 25, 2025 ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા યુવકે ભયનો માહોલ ઉભો કરીને પોતાના સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ આઈડી પર ગુપ્તી જેવુ ધારદાર હથીયાર સાથે પોસ્ટ વાયરલ કરતા આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.