તમે કોઈ એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હોવ અને ત્યાં આગળ કોઈ તમને કહે કે મારે કેશની જરૂર છે,હું તમને ઓનલાઇન પૈસા બેંકમાં ટ્રાન્સફર કરી દઉં તો ભોળવતા નહીં,નહીં તો તમે પણ નકલી ટ્રાન્ઝેક્શન સ્કેમનો શિકાર બની જશો. આવો જ એક કિસ્સો જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ધ્યાને આવ્યો છે. તેમણે એક રીઢા આરોપીને ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે.આ ઠગ બંટી બબલી ફિલ્મ જેવી સ્ટાઇલ અપનાવીને ખોટી ફોન પે જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી સામાન્ય લોકો સાથે ઠગાઈ કરતો હતો.