વડોદરા: આગામી તહેવારોને પગલે પોલીસ તંત્ર એલર્ટ,ચાર દરવાજા વિસ્તારમાં પોલીસની ફૂટમાર્ચ
વડોદરા : શહેર DCP ઝોન 3 અભિષેક ગુપ્તા અને DCP ઝોન 4 એન્ડ્ર મેકવાનની આગેવાની સંયુકત રીતે ફૂટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.આગામી તહેવારો ને પગલે વડોદરા શહેર પોલીસ તંત્ર એલર્ટ પર જોવા મળ્યું છે.ત્યારે,ચાર દરવાજા વિસ્તારમાં ફૂટમાર્ચ યોજવામાં આવી હતી.ભગવાનના અનેક વરઘોડા નિકડનાર છે જેને લઈ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.ખાસ કરીને સંવેદનશીલ વિસ્તાર અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ચાપતો નજર છે.ડ્રોનથી પણ પોલીસ નજર રાખી રહી છે.