ચુડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહ થી ઠંડી નુ જોર વધ્યું છે. હવામાન માં પલ્ટો આવતા ખેડૂતો ને રવી પાક માં ફાયદો થવાની આશા વ્યક્ત કરી છે. ચુડા ગોખરવાળા, છલાળા બલાળા, ભૃગુપુર, કરમડ વેજલકા સહિતના વિસ્તારોમાં ઠંડા પવનના સુસવાટા સાથે ઠંડી ના કારણે લોકો ઠુંઠવાતા તાપણા નો સહારો લેતા નજરે પડ્યા હતા.