વડોદરા: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી,પાલિકાએ અર્પી પુષ્પાંજલિ
વડોદરા : દેશભરમાં આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.ત્યારે પાલિકા દ્વારા પણ સયાજીગંજ વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે મેયર પાલિકાના પદાધિકારીઓ વિપક્ષી નેતા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.