ગુજરાત જેલ વિભાગના વડા ડો. કે.એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા જેલ ખાતે વ્યક્તિ વિકાસ કેન્દ્ર, ઇન્ડિયા તથા ધ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા હર ઘર ધ્યાન અભિયાન અંતર્ગત વિશેષ મેડિટેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સંસ્થા તરફથી ધનજી વસાવા તથા ફાલ્ગુનીબેન હાજર રહી જેલના કર્મચારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા કેદીઓને ધ્યાનનું માર્ગદર્શન આપ્યું હતું.