વાંસદા પોલીસે જુગારધારા હેઠળ બે અલગ અલગ સ્થળે રેડ કરી બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. લીમઝર ભગરપાડા રોડ અને ચઢાવ ગામીત ફળિયામાં વરલી મટકા રમતા અક્ષયભાઈ થોરાટ અને અરુણકુમાર પટેલ ઝડપાયા હતા. પોલીસએ કુલ ₹1,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.