મહુધા તાલુકાના અલીના ગામે ખેડૂતોના ખેતરમાં જવાના નહેર ઉપરના રસ્તા વર્ષોથી ખૂબ ખરાબ હાલતમાં થઈ ગયા હતા ગામના ખેડૂતો વતી મહુધા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી સ્મિત પટેલ દ્વારા મહુધા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી અને ગુજરાત સરકારના મંત્રીશ્રી સંજયસિંહ મહિડા ને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે અધિકારીઓને સૂચના આપી નહેરના રસ્તાઓનું સમારકામ શરૂ કરાવ્યું છે જેથી ખેડૂતોએ પણ સાહેબશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કર્યો છે