જૂનાગઢ: શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાન, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો
જુનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. દિવાળી બાદ જાણે અષાઢી માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મોડીરાતથી જિલ્લામાં સતત ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં એક થી પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો. મગફળી સોયાબીન સહિતના ખેતી પાકોને નુકસાન. કમોસમી વરસાદની લઈ સાંસદ અને ધારાસભ્યોએ પણ પાક નુકસાનીનો સર્વે કરી સહાય માટે સરકારમાં રજૂઆત કરી છે.