થાનગઢ: થાનગઢના ભ્રૂણહત્યા કેસની આશીર્વાદ હોસ્પિટલમાં સરકારી તાળા લાગ્યા.
થાનગઢની વિવાદિત આશીર્વાદ હોસ્પિટલ ખાતે ભ્રૂણ હત્યા અને ગર્ભ પરીક્ષણ મામલે હોસ્પિટલના સંચાલક સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જે બાદ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા હવે થાનગઢની આશીર્વાદ હોસ્પિટલને સરકારી સીલ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.