માણાવદર: ખાતે ધારાસભ્ય અરવિદભાઈ લાડાણીની ઉપસ્થિતિમાં “વંદે માતરમ્”ની ૧૫૦મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરાઈ
આજે દેશભરમાં વંદે માતરમ્”ની ૧૫૦મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે માણાવદર ભાજપ કાર્યાલય ખાતે સરકાર દ્વારા આપણા રાષ્ટ્રગાન “વંદે માતરમ્”ની ૧૫૦મી વર્ષગાંઠ નિમિતે રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે યોજાયેલ રાષ્ટ્રીય ગીત સમુહગાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં માણાવદરના ધારાસભ્ય અરવિદભાઈ લાડાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને રાષ્ટ્રગાનની ૧૫૦મી વર્ષગાંઠની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.