નુગર ખાતે ભવ્ય GJ 2 DECO એક્સ્પોનું આયોજન, વેપારીઓ અને ગ્રાહકો માટે નવી તકો
Mahesana City, Mahesana | Sep 16, 2025
મહેસાણામાં ઉત્તર ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ત્રણ દિવસીય GJ 2 ડેકો એક્સ્પોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે મંડપ, લાઇટિંગ, ડેકોરેશન અને ઇવેન્ટ મેનેજમેન્ટ ઉદ્યોગ માટે એક નવી તક લઈને આવ્યું છે. આ એક્સ્પોમાં ગુજરાતભરના ૧૮૦થી વધુ હોલસેલ વેપારીઓએ ભાગ લીધો છે. આ એક્સ્પોમાં મંડપ, લાઇટ, ડેકોરેશન, વિશાળ ડોમ, સાઉન્ડ સિસ્ટમ અને કેટરિંગ સહિતના અનેક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.