વિસનગર: વાલમ ગામે એક જ રાતમાં ચાર ઘરોના તાળા તોડી લાખોની ચોરી થતા ફફડાટ
વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં વાલમ ગામની શ્યામ વિહાર અને સુલેશશ્વરી સોસાયટીઓમાં થયેલી એક મોટી ચોરીની ફરિયાદ નોંધાઈ છે, જેમાં અજાણ્યા ચોર ઈસમોએ ચાર અલગ-અલગ ઘરોને નિશાન બનાવી ₹૪,૭૪,૦૦૦ની કુલ મત્તાની ચોરી કરી છે. જેથી આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે એ સાથે ચાર ઘરોના તાળા તૂટતા ભય પણ છવાયો છે.