મનરેગા યોજનાના નામ બદલવાના વિરુદ્ધ માં પ્રદર્શન કરાયું. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ક્રેસન્ટ સર્કલ ભાવનગર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ, વિરોધ પક્ષતા નેતા, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા, તેમજ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.