પ્રાપ્ત વિગતો મુજબ સાવલી તાલુકાના સાંઢાસાલની હાઈસ્કૂલમાં પરિક્ષા આપીને કાલોલ તાલુકાના જંત્રાલ અને ઝરડકા ગામના ૧૨ જેટલા વિદ્યાર્થીઓ લઇને પરત ફરતા ખાનગી વાહનની ગાડીને નડેલા અકસ્માતને પગલે જંત્રાલ અને ઝરડકા ગામના વિદ્યાર્થીઓની દર્દનાક ચિચિયારીઓ ગુંજી ઉઠતાં હડકંપ મચાવ્યો હતો. આ અકસ્માતમાં ચાર વિદ્યાર્થીનીઓ સહિત પાંચ વિદ્યાર્થીઓને ઈજાગ્રસ્ત હાલતમાં કાલોલ રેફરલ હોસ્પિટલમાં દવા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.