કતારગામમાંથી ઝડપાયેલા આંતરરાષ્ટ્રીય સાઈબર ફ્રોડ મામલે વધુ એક આરોપીની બનાસકાંઠા થી ધરપકડ
Majura, Surat | Nov 3, 2025 સુરત સાઇબર ક્રાઇમ સેલ દ્વારા કતારગામ વિસ્તારમાંથી અગાઉ ઝડપી પાડવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં વધુ એક આરોપી પરેશ મોદીની બનાસકાંઠાના ભીલડી થી ધરપકડ કરવામાં આવી છે.અગાઉ આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી 174 કરતા વધુ બેંક ખાતાઓની વિગતો શોધી કાઢવામાં આવી હતી.જેની ઉંડાણપૂર્વક ની તપાસમાં 797 કરોડથી વધુના ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા. દરમિયાન હાલ ઝડપાયેલા આરોપી પરેશ મોદી અન્ય આરોપીઓને બેંક ખાતાઓની વિગતો ના આધારે કમિશનથી ક્યુઆર કોડ બનાવી આપતો.