સતલાસણા: જસપુરિયા ગામે રાજ્યપાલશ્રીએ ખેડુતોને સંબોધન કર્યું
આજે સવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને મળ્યા હતા અને તેમની સાથે વાત કરી પ્રાકૃતિક રીતે ઉગાડેલા શાકભાજી તેમજ બિયારણની અને ખાતરનું નિરિક્ષણ કરી જરૂરી સલાહ સુચનો આપ્યા હતા. ત્યાર બાદ જાહેર સભામાં હાજરી આપી સતલાસણા તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને સંબોધન કર્યું હતું. રાજ્યપાલશ્રીની સાથે મહેસાણા કલેક્ટર એસ.કે પ્રજાપતિ,જિલ્લા વિકાસ અધિકારી ડો.હસરત જૈસ્મીન,જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી,ભાજપ અગ્રણીઓ અને પ્રાકૃતિક ખેડુતો હાજર રહ્યા હતા.