તા. 24/01/2026, શનિવારે સવારે 11 વાગે અમદાવાદ જિલ્લાના ધોળકા તળલુકાના સરોડા ગામે આવેલી રાય યુનિવર્સીટી ખાતે 12 મોં દીક્ષાત સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, રાય યુનિવર્સીટીના કુલપતિ ડો. અનિલ તોમર સહિતના મહાનુભાવો, રાય યુનિવર્સીટી નો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.