ધ્રાંગધ્રા: હળવદ રોડ પર BAPS મંદિરમાં નવનિર્મિત સત્સંગ હોલનું ઉદ્ઘાટન પ્રંસગે પૂર્વ કેબિનેટ મંત્રી ઉપસ્થિત રહ્યા
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે નવનિર્મિત સત્સંગ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ મંત્રી આઇ.કે.જાડેજાએ BAPS સ્વામિનારાયણ મંદિરના સેવાકીય કાર્યો, સત્સંગ અને બાળ સભાની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ મંદિર ખાતે વર્ષોથી બાળ સભાનું આયોજન થાય છે, જેમાં નાના બાળકો ભગવાનના સ્મરણ સાથે ભારતની સંસ્કૃતિનું પણ જ્ઞાન મેળવેછે