મહુવા: અનાવલ શ્રીજી જ્વેલર્સમાં તસ્કરો ત્રાટક્યા: ચોરીની ઘટના સીસીટીવી માં કેદ
Mahuva, Surat | Oct 7, 2025 અંબિકા તાલુકાના અનાવલ ગામે મુખ્ય બજારમાં આવેલ શ્રીજી જ્વેલર્સ માં તસ્કરો ત્રાટકીને ૨૩ જેટલા તાળાઓ કટર થી કાપી ને કિંમતી દાગીનાઓ ચોરી જવાનો બનાવ બન્યો હતો .સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ગઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર અંબિકા તાલુકાના અનાવલ ખાતે આવેલ શ્રીજી જ્વેલર્સ નામની દુકાનને મળસ્કે ત્રણ વાગ્યાના સુમારે તસ્કરો એ નિશાન બનાવી હતી.કટર વડે ૨૩ જેટલા તાળાઓ તસ્કરોએ કાપી નાખ્યા હતા.અંદર કાચ તોડી પ્રવેશીને કિંમતી સોના ચાંદીના દાગીનાની ઊઠાંતરી કરી હતી.