વડોદરા / સાવલી— સાવલીની સેવાની કેતન ખાતે GC-ERTI ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન મેળો 2025 ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે યોજાયો. આ મેળામાં સાવલી તાલુકા સહિત વિવિધ વિસ્તારોની 70 શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, અને બાળકો દ્વારા તૈયાર કરાયેલી કુલ 70 સર્જનાત્મક વિજ્ઞાન કૃતિઓ સુંદર રીતે પ્રદર્શન માટે મૂકી હતી. વિદ્યાર્થીઓએ પર્યાવરણ, ટેકનોલોજી, અવકાશ, નવી ઊર્જા, વિજ્ઞાન પ્રયોગો તેમજ રોજિંદા જીવનમાં ઉકેલ આપતી નવીન વિચારો પર આધારિત પ્રોજેક્ટ રજૂ કર્યા.