જૂનાગઢ: ગિરનારમાં ગોરક્ષનાથ જગ્યામાં તોડફોડ મામલે મહંત સોમનાથ બાપુની ચીમકી,ચાર દિવસમાં આરોપી નહીં પકડાઈ તો કરાશે ઉપવાસ આંદોલન
જુનાગઢ ગીરનાર પર્વત પર આવેલ ગોરક્ષનાથની જગ્યામાં સામાજિક તત્વો દ્વારા કરાયેલ તોડફોડ મામલે સમગ્ર સાધુ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે જગ્યાના મહંત સોમનાથ બાપુએ ચાર દિવસમાં આરોપીઓને પકડવા અલ્ટીમેટમ આપ્યું છે. ચાર દિવસમાં આરોપી નહીં પકડાઈ તો ઉપવાસ આંદોલન કરાશે. દત્ત ચોકમાં આમરણાંત ઉપવાસ કરવામાં આવશે.